સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એફ. એલ. લ્યૂકસ/રહસ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ચીનમાં એક જમાનામાં એવું કુટુંબ વસતું હતું કે જેની નવ-નવ પેઢીઓ સુધી સાસરે જતી દીકરીઓ સિવાય બીજું કોઈ જ કુટુંબીજન ઘર છોડીને ચાલ્યું ગયું નહોતું. આવા સુખી ગૃહજીવનની ખ્યાતિ ફેલાતી ફેલાતી શહેનશાહ સુધી પહોંચી. આ વાતનું રહસ્ય જાણી લાવવા એમણે કાસદ મોકલ્યો. કુટુંબના વડદાદાજીએ લાંબો કાગળ અને પીંછી લઈને ચીની ચિત્રા-લિપિમાં અનેક શબ્દો આલેખ્યા અને પોતાનો ઉત્તર શાહી દૂતને સોંપ્યો. પછી શહેનશાહે પોતે જ્યારે એ પત્રા-ફીંડલું ઉખેળ્યું, ત્યારે તેની પર બીજું કાંઈ નહિ પણ “ધીરજ” માટેનું ચિત્રા-પ્રતીક એકસો વાર આલેખાયેલું નિહાળ્યું.