સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઓલિવર ક્રોમવેલ/અહીંથી ચાલ્યા જાઓ!
Jump to navigation
Jump to search
આપ સૌની બેઠકો સમાપ્ત કરવાનો આ યોગ્ય અવસર છે. કારણ કે, આ પવિત્ર સ્થળનું આપ ભારે અપમાન કરી રહ્યા છો. આપનામાં બધા જ દુર્ગુણો મોજૂદ છે. આપ સૌ સમસ્ત પ્રજાના દુશ્મન છો. નાનકડી રકમ માટે આપ ઈશ્વરને પણ વેચી દેશો અને સાધારણ સ્વાર્થ માટે જનતાને વેચી દેશો. આપમાંથી કોણે પોતાના આત્માનો સોદો લાંચથી નથી કર્યો?
આ પવિત્ર સ્થાનને અપવિત્ર કરનાર વેશ્યાઓ જેવા છો આપ. ભગવાનના આ પવિત્ર મંદિરને આપે ચોરોના આશ્રયસ્થાનમાં પલટાવી નાખ્યું છે. જનતાએ પોતાના કષ્ટના નિવારણ માટે આપણને અહીં મોકલ્યા હતા. પરંતુ આપ તો એ જનતાને જ સૌથી વધુ કષ્ટ આપનારા થઈ ગયા છો.
એટલે જલદી કરો, ભગવાનને ખાતર અહીંથી ચાલ્યા જાઓ અને પાર્લમેન્ટના દરવાજા બંધ કરો!