zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/ગમે છે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

..નથી ગમતું ઘણું, પણ કૈંક તો એવું ગમે છે —
બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે!
છે ચારે કોર માનવ-સરજી નકરી મુશ્કિલાતો,
પરંતુ કૈંક છે જેથી એ સૌ સહેવું ગમે છે!...
છે એક્કેએક કદમે મોત મારગમાં ઊભેલું,
અને તોયે સદાયે ચાલતા રહેવું ગમે છે!...
આ કિશ્તી ઓર છે, જેની તુફાનો પ્રેરણા છે —
ખરાબા ને ખડક વચ્ચે થઈ વહેવું ગમે છે!
ક્ષિતિજ પર છે અણુબોંબો ને માથે મુફલિસી છે,
છતાં ઇન્સાનના ચહેરા ઉપરનું ‘રુહ’ ગમે છે!...
[‘મધ્યાહ્ન’ પુસ્તક]