સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/આજનો વિદ્યાર્થી 3

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આજનાવિદ્યાર્થીનીમૂંઝવણનોપારનથી. જીવનનીશરૂઆતમાંજતેનીઆગળઆકરાસવાલોઊભાથાયછે. અનેએનોજમાનોપણકેવો! કશુંજસ્થિરકેનિશ્ચિતનમળે. ધાર્મિક, સામાજિક, લૈંગિક, આર્થિક, રાજદ્વારીબધાઆદર્શોઆજેનિર્દયપણેકસાયછે. જીવનદહાડેદહાડેજટિલથતુંજાયછે. ઘેરએકજાતનીદુનિયા, ચોપડીઓમાંબીજીજાતની, શિક્ષણસંસ્થામાંત્રીજી, સમાજમાંચોથીઅનેમનોરાજ્યમાંવળીપાંચમી. આવીપંચવિધદુનિયાનારહીશથવુંએઅઘરુંછે. આવીમૂંઝવણમાંમાબાપનીઅથવાગુરુજનનીસલાહલેવીએસ્વાભાવિકરસ્તોછે. પણમાબાપોએઅનેગુરુજનોએપોતાનાઅસ્વાભાવિકજીવનથીએમાર્ગલગભગઅશક્યકરીમૂક્યોછે. માબાપોઉપદેશકરેછેએકજાતનો, કેળવણીઆપેછેબીજીજાતની, અનેબાળકોપાસેઅપેક્ષારાખેછેત્રીજાજપ્રકારનાજીવનની. આવીસ્થિતિમાંઉઘાડીઆંખવાળોવિદ્યાર્થીકરેશું? અનેજોલોકોએનાતરફતટસ્થભાવેઉદાસીનરહેતતોયેએપોતાનુંફોડીલેત. પણએને, ‘ભવિષ્યનીઆશા’ને, લોકોસુખેકેમબેસવાદે? ગામડામાંથીઆવેલમુસાફરનેસ્ટેશનપરનાટાંગાવાળાજેમચોમેરથીખેંચ્યાકરેછે, તેમભવિષ્યકાળનીચિંતારાખનારબધાએનેખેંચેછે. એનેજોઈએછેકોઈદોરનાર; પણએનાજીવનમાંરસલેનારાઓકાંતોએનીટીકાકરેછે, કાંતોખુશામતકરેછે. ખુશામતબધાનેપ્રિયહોયછે, તોવિદ્યાર્થીએમાંતણાયતેમાંશુંઆશ્ચર્ય? પણઆખરેએતેથીયેકંટાળીજાયછે. મૂંઝાયેલોવિદ્યાર્થીઆખરેનિરાશથઈનેકહેછે, “હવેતોમારોરસ્તોહુંજશોધીકાઢીશ, અનેતેમકરતાંજેજોખમવહોરવુંપડેતેવહોરીલઈશ.” વિદ્યાર્થીનેગુલામીસાલેછે. એકહેછે, “હુંદેશનીસ્વતંત્રતાચાહુંછું. એનેઅર્થેમારીતમામમિલકત — મારાવિચારો, મારોઉત્સાહદેશનેહુંઅર્પણકરીદઉં.” આવાઉત્સાહમાંજ્યારેએકંઈપણપગલુંભરવામાંડેછેત્યારેપ્રથમએનેભાનથાયછેકેજ્યાંત્યાંએનેરોકનારાંતત્ત્વોસજ્જછે. તેનીસાથેસમભાવરાખનારકોઈજનહીં. ન્યાતવાળાઓતેનેજરાજરામાંન્યાતનીશક્તિનીબીકબતાવેછે. માએનેકહેછે, “આમકરીશતોતનેકન્યાનહીંમળે.” પિતાએનીઆગળ‘કરીઅર’નીવાતોકરેછેઅનેપિતાનામિત્રોતો“પિતાનેનિરાશકરવાનેમાટે” એ‘કપૂત’નીઝાટકણીકાઢેછે. ઉચ્ચજીવનનોકાંઈપણઅંકુરવિદ્યાર્થીમાંસ્ફુર્યોહોયતોતેકચરીનાખવામાટેતેનેઝટઝટપરણાવીદેવામાંઆવેછે. અથવાતેનેકહેવામાંઆવેછે, “તારેમાથેકુટુંબનુંદેવુંછેતેપહેલાંપતાવીદે. તારીબહેનનેપરણાવવીછેતેમાટેરૂપિયાલાવ. પછીતારેજેદેશસેવાકરવીહોયતેભલેકરજે.” યુવાનોનુંહીરચૂસનારઝેરીમાંઝેરીકોઈવસ્તુહોયતોતેઆર્થિકપરાવલંબનછે. એનેજકેટલાકલોકોયુવાનોનેઠેકાણેલાવવાનાસાધનતરીકેવાપરેછે. યુવાનોજોપરણેલાનહોય, તેમનેમાથેદેવુંનહોય, અનેખડતલજીવનગાળવાનીએમનેટેવહોય, તોદુનિયામાંકઈએવીવસ્તુછેજેએમનીમહત્ત્વાકાંક્ષાનેદબાવીશકે? વ્યવહારુદૂરંદેશીધરાવનારકેટલાકવાલીઓએટલેસુધીવિચારકરેછેકેજુવાનોનેખરચાળટેવોપડેતોતેઇષ્ટજછે. ગમેતેમખરચકરવાનીટેવએકવારપડી, એટલેજુવાનનેકમાવાનીચાનકરહેછે. એકવારકમાણીનીજરૂરજણાઈએટલે, ગમેતેવાઉચ્ચઆદર્શોનેતેમનમાંસેવતોહોયતોયે, તેજીવનકેવુંગાળશેએવિશેનિશ્ચિંતરહીશકાય. પછીતેનોઆદર્શઉતારીપાડવાબીજોખાસપ્રયત્નકરવાનીજરૂરનહીંરહે. આજેવિદ્યાર્થીનેકાંઈપણખાસવસ્તુજોઈતીહોયતોતેનીપોતાનીસ્વતંત્રતાજાળવવાજેટલોસ્વાશ્રય, ખડતલપણુંઅનેસમભાવપૂર્વકદોરનારકોઈસજ્જન.