સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/એટલે વીસમી વખત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          “છોકરાંઓને એકની એક વાત વીસ વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો?” એવો સવાલ એક શિક્ષકને કોઈએ કર્યો. તેણે જવાબ આપ્યો : “ઓગણીસ વખત કહેલું નકામું ન જાય, એટલા માટે વીસમી વખત કહું છું.” કેળવણી એક લડત છે. શિક્ષકોનો પક્ષ હારી બેસશે, તો જગતની શક્તિ નામશેષ થઈ જશે. એક જ રસ્તો છે : ફરી ફરી સમજાવો, ફરી ફરી જાગૃત કરો, અકથ્ય ધીરજ ધરો.