સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કુસુમ દેશપાંડે/માથા પર નહીં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ૧૯૪૧ના વ્યકિતગત સત્યાગ્રહ વખતે ગાંધીજીએ વિનોબાને તેડાવ્યા. પોતે પવનાર રહેતા હતા ત્યાંથી વિનોબા સેવાગ્રામ આવ્યા. બધી વાતો થઈ. છેવટે બાપુએ પૂછ્યું: “તમારે માથે ઘણાં કામ હશે. એ બધાં પતાવવા માટે તમારે કેટલો સમય જોઈશે?” “બાપુ, કામ મારા માથા પર નહીં—હાથમાં છે; જ્યારે ધારું ત્યારે તેને છોડી શકું તેમ છું. એને માટે મારે અહીંથી પવનાર પાછા જવાની પણ જરૂર નથી. આપનો હુકમ તે મારે મન યમરાજનો હુકમ છે.” વિનોબાએ જવાબ દીધો. [હિન્દી માસિક ‘મૈત્રી’: ૧૯૬૪]