zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કૃષ્ણલાલ શ્રીધરાણી/સંન્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

ગગા ઓઝાએ પુખ્તવયે ભાવનગર રાજ્યની દીવાનગીરી છોડી અને સંન્યાસ લીધો; શહેરથી દૂર નિવાસ કરી માળા જપવા લાગ્યા.

પણ તેમની પછી આવેલા દીવાન સંબંધે જ્યારે પ્રજામાંથી ખૂબ ફરિયાદો આવવા લાગી, ત્યારે તેને બોલાવ્યો અને ભીંતની એક ખીંટી તરફ આંગળી ચીંધીને એ બોલ્યા : “મેં ભગવાં પહેર્યાં છે, પણ ત્યાં મારી જૂની નાગરશાહી પાઘડી, કેડિયું અને ધોતિયું ટાંગેલાં છે; નીચે લાકડી પણ લટકે છે. જો તમે નહીં સુધરો, તો ફરી એ પાઘડી પહેરી લઈશ ને તમારી ખબર લઈશ.”

આવો અધિકાર સિદ્ધ વડીલોને રહેવાનો જ; પણ એ પહેલાં સંન્યાસ લેવાની શક્તિ જોઈશે.

[‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૯૮]