સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કેથેલિન રેઇન/પ્રીતમના ઓરડા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

મારા પ્રીતમના ઓરડા ઊંચા,
કે ઓરડા ઓહો કર્યા રે લોલ.
હરિયાળા ડુંગરા ને ગોચરમાં પાથરી
ફૂલભરી જાજમની ભાત,
સાંજલ તારાનો રૂડો દીવો બળે ને
ઓલી આસમાની છત રળિયાત.
વાયરાનાં ઊઘડતાં ચોગમ કમાડ અને
ઝરમરિયા પડદાના સૂર,
ઊંચા પહાડ તણા એકાકી થંભ અને
દરિયાઈ બેટ દૂર દૂર.
મારા પ્રીતમના ઓરડા ઊંચા,
કે ઓરડા ઓહો કર્યા રે લોલ.
(અનુ. મકરન્દ દવે)