સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંતરાય આચાર્ય/દાસત્વ સામે મોરચા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          “અમારે ગુલામો જોઈએ છે” — એ યુગયુગના ધનપતિઓ અને ધર્માચાર્યોની માંગ છે. અને ધનાઢયોના એ સામ્રાજ્યમાં શતાબ્દીઓ સુધી એક મોટો માનવસમુદાય અહર્નિશ દાસત્વ કર્યા કરે છે. આ પાખંડ સામે યુગો થયા છૂટાછવાયા વીર માનવીઓ મોરચા માંડી રહ્યા છે.