સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/જીવનની મોટી અમીરાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સુરેશ દલાલે એક વાર મને પ્રશ્ન પૂછેલો: “તારો સહુથી વધારે આદરપાત્ર ગુજરાતી સર્જક કોણ?” જવાબમાં મેં કહેલું: “મકરન્દ દવે. કોઈ માણસનો વધારે પરિચય થાય ત્યારે ઘણી વાર આદર ધીરેધીરે ઘટતો જાય છે. મકરન્દભાઈ માટે પરિચય સાથે આદર વધતો જ રહ્યો છે. એમનો પ્રેમ પામ્યો તેને હું મારા જીવનની સૌથી મોટી અમીરાત ગણું છું. ગુરુ કરવામાં હું માનતો નથી, પરંતુ જો ગુરુ કરવાના જ હોય તો હું સાંઈ મકરન્દને ગુરુપદે સ્થાપું. તેઓ માનવતીર્થ છે.”