સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/હુંસાતુંસી
Jump to navigation
Jump to search
યુવાનોને આટલી મોટી સંખ્યામાં આકર્ષીને એમની પાસે ધાર્યું કામ લેનારો કોઈ નેતા ભારતના ઇતિહાસમાં પાક્યો હોય એવું જોવા મળતું નથી. એમની હાકલ થતાં લાખો યુવાનો જેલમાં ગયા અને દેશને ખાતર કોઈ પણ બલિદાન આપવા તૈયાર થયા. ગાંધીજીએ દેશમાં એવી આબોહવાનું નિર્માણ કર્યું હતું કે યુવાનોમાં સમર્પણ માટે હુંસાતુંસી થતી. એ દિવસોમાં યુવાની કેવી રમણે ચઢી હતી તેની ઝલક નીચેની પંક્તિઓમાં જોવા મળે છે : નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે.
(ઝવેરચંદ મેઘાણી)
[‘ગાંધીનાં ચશ્માં’પુસ્તક : ૨૦૦૬]