સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગોપાલ કૃષ્ણ ગોખલે/અપવિત્ર વિચાર કરતાં પણ ડરીએ
Jump to navigation
Jump to search
શ્રી ગાંધી જે પ્રકારનું ધામિર્ક વાતાવરણ મારા હૃદયમાં ફેલાવે છે, તેને મળતો અનુભવ મારી આખી જંદિગીમાં મને કોઈએ કરાવ્યો હોય તેવા બે જ પુરુષો હું જાણું છું : એક આપણા હિન્દના દાદા દાદાભાઈ નવરોજી તથા બીજા મારા ગુરુ શ્રી રાનડે. આ પુરુષોની સમક્ષ કંઈ પણ અપવિત્ર કામ કરતાં આપણે શરમ અનુભવીએ છીએ. એટલું જ નહીં, તેમની હાજરીમાં અપવિત્ર વિચાર કરતાં પણ આપણું મન ડરે છે.