સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત બક્ષી/તે બધું જ નથી, છતાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ‘ગાંધી’ ફિલ્મ શરૂ થતાં પહેલાં પ્લાઝા સિનેમાના ફોયરમાં હું લોકોને જોઈ રહ્યો હતો: રબારણો, મેવાડી રસોઇયા, સ્કૂલી ફ્રોક પહેરેલી ત્રણ છોકરીઓ, એક વહોરા કુટુંબ, કપાળની ઉપર વાળમાં સનગ્લાસ ચડાવેલી બે ઓફિસ-ગર્લ, ખાદીની મેલી ટોપી પહેરેલા બે મહારાષ્ટ્રીયન ડોસા, યુવા કોલેજિયનોનું એક ટોળું, ટૅક્સી કે ટ્રક-ડ્રાઇવર જેવા લાગતા બે-ત્રણ પઠ્ઠાઓ... ત્રણે પેઢીઓ સાથે ઊભી હોય એવાં કુટુંબો... વિલન નથી, હેલન નથી, નાચંનાચ નથી, ધનાધન નથી... સફળ હિન્દી ફિલ્મમાં જે હોય છે તે બધું જ નથી—અને ૧૯૮૩માં આ ફિલ્મે આખા ભારતને રડાવ્યું અને હજી રડાવી રહી છે. પોપડા ચોંટી ગયેલા આપણા ગંદા રાજકારણને કદાચ ‘ગાંધી’ ફિલ્મ હાઇડ્રેજન પેરોક્સાઇડની જેમ સ્વચ્છ કરશે; આ દેશ પર કેવા ઘટિયા અને ગંધાતા નેતાઓ આવી ગયા છે, એ નવી પેઢીને સાફ સાફ બતાવી શકશે! [‘મહાત્મા અને ગાંધી’ પુસ્તક: ૨૦૦૩]