સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચન્દ્રકાન્ત મહેતા/કૉલેજોમાં પુસ્તક-ભંડાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કેરળ રાજ્યમાં થોડાં વર્ષો પહેલાં મેં લગભગ દરેક કૉલેજમાં એક સંગીન, સમૃદ્ધ, શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોનો વેચાણ-સ્ટોલ જોયો હતો. આજે પણ હશે. કૉલેજમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓમાંથી બે-ત્રણ વિદ્યાર્થીઓ એ ચલાવે. એમાંથી ઊપજતાં કમિશનમાંથી એ તેની ફી કાઢે. પુસ્તકો સારા પ્રમાણમાં વેચાય. કિશોરોને લગભગ ઘર આંગણે સારું સાહિત્ય મળે. કિંમતમાં પણ જરા વધારે સસ્તાં. કૉલેજના ખાસ નીમેલા અધ્યાપકો એ ઉપર નજર રાખે. ગુજરાતની પ્રત્યેક કૉલેજ, મોટી હાઈસ્કૂલોમાં આ પ્રથા દાખલ કરવા કટિબદ્ધ થઈએ. પહેલા વર્ષમાં સો, બીજે વર્ષે બસો — એમ હજારની સંખ્યામાં આવા સ્ટોલ નીકળે, તો પાંચ વર્ષમાં હજારો કિશોરોને આપણે સાહિત્યાભિમુખ કરી શકીએ. દશ વર્ષમાં તો વાચકવર્ગ ઓછામાં ઓછી ગણતરીએ પાંચગણો થઈ જાય. [ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી : ૧૯૭૭]