સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચેરીઅન થોમસ/રમતના મેદાન પર જ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રમતગમતની હરીફાઈમાં સૌથી વધુ વજન ઊંચકનારને ઇનામ મળે છે. પણ પેલો મજૂર દરરોજ પાંચ-પાંચ મણની ગુણો ઊંચકીને જાય છે, તેની કદર કરવાની આપણી તૈયારી છે? માત્ર રમતના મેદાન પર વજન ઉંચકનારને જ ઇનામ આપવાનું છે? અઢી મણનું વજન ઊંચકવા બદલ ઇનામ જીતનાર ભાઈને સ્ટેશનેથી ઘેર આવતાં દસ શેરની બૅગ ઉપાડવા તો પેલા મજૂરને જ બોલાવવો પડે છે! તો પછી રમતગમતના શિક્ષણને જીવન સાથે શો સંબંધ રહ્યો? આજનું આખું શિક્ષણ જીવન જેવું નહીં પણ નાટક જેવું લાગે છે. પણ નાટક તો બેચાર દા’ડા હોય; વરસો સુધી એ ન કરાય. [‘કોડિયું’ માસિક : ૧૯૫૭]