… મોટું ધ્યેય ન મારા મનનું. અચિંત આવ્યા મુસાફરનું— સાધન બનવું તૃષાહરણનું. હું નાનું ઝરણું. ઇચ્છું ના લંબાણ જીવનનું; સુકાઈ જૈ થાવું ખેતરનું— જીવન : ઉત્તરકાર્ય મરણનું. હું નાનું ઝરણું.