સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/ક્યાં છે?

From Ekatra Foundation
Jump to navigation Jump to search

જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ ક્યાં છે?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર?
પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં
આળખેલો
ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે?
ક્યાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી?
વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની
આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી ક્યાં છે?
ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં
અંધારાની કાળી ગાયને દ્હોતી મારી બા?
ક્યાં છે…