સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/માણસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!
પહાડથી યે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે!
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે!
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે!
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટયું પડી — પડે ભૈ, માણસ છે!
[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૭૬]