સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/એક એવી તે પ્રીત અમે કીધી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

એક એવી તે પ્રીત અમે કીધી
કે ઘૂંટમાં આખી પિયાલી પીધી!
પીછામાં એક અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ!