સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/નળિયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉનાળે ઊડેલી
ધૂપ જેવી ધૂળથી ઢંકાયલાં નળિયાં
ધોવાઈને વરસાદમાં શાં ઊઘડે :
વ્રેહના તાપે તપેલી
લાંબી વાટે ધૂળ-મેલી
સ્વપ્નમાં સ્નેહે ચૂમેલી
આંખ જાણે ઊઘડે!