સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/વરસાદ પછી વગડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પડી ગયો વરસાદ,
ટપક ટપ ટપક્યાં કરતાં પાન ....
પછી અચાનક
આભ ઊઘડતાં
સૂરજના કર અડકે
— ઝલમલ તડકે — તરુને ભીનલ વાન —
રડતાં રડતાં હસી પડ્યું લો, રાન!