સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/ચકલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આવીને ઊડી ના જઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ચપટી ચવાણું દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ખોબલે પાણી પાઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ધૂળમાં રમવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ખોળામાં બેસવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ઘરમાં રહેવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને માળો બાંધવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તારાં બચ્ચાંને ઊભી ઊભી જોઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!