સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/ચકીબહેન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ચકીબહેન, ચકીબહેન, મારી સાથે રમવા
આવશો કે નહિ?
આવશો કે નહિ?
ચક ચક ચણજે,
ચીં ચીં કરજે,
ચણવાને દાણા
આપીશ તને,
આપીશ તને.
બા નહિ વઢશે,
બાપુ નહિ બોલશે,
નાનો બાબો તને
ઝાલશે નહિ,
ઝાલશે નહિ....
બેસવાને પાટલો,
સૂવાને ખાટલો,
ઓઢવાને પીંછાં આપીશ તને,
આપીશ તને.
પહેરવાને સાડી,
મોરપીંછાંવાળી,
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને,
આપીશ તને....