સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જે. ડી. દોષી/યાદદાસ્ત
Jump to navigation
Jump to search
સરકારી કાર્યાલયમાંથી લખેલ કોઈ પત્રનો જવાબ આવે પછી તેને પ્રત્યુત્તર આપતી વેળા મંત્રી મહોદય અગાઉ લખેલ પત્ર જોવા માગે અને તે વાંચીને જવાબ લખાવે. આમાં વિલંબ થવાનો સંભવ રહે. પણ બાબુભાઈની સ્મરણશકિત એટલી તીવ્ર હતી કે એવો કોઈ પત્ર મળે કે તરત, અગાઉ લખેલ પત્રનું અનુસંધાન માગ્યા વગર જ, પોતાની યાદદાસ્તને આધારે પ્રત્યુત્તર લખાવી દેતા.