સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/અમારે ઘર હતાં...
Jump to navigation
Jump to search
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતી યે....
બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,
કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં....
સમય નો’તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,
સમય નો’તો શિશુના ગાલ પણ પંપાળવાનો,
સમય નવ માવડીને એટલું કહેતાં જવાનો :
“ટપકતા આંસુને, ઓ મા! સમજજો બાળ નાનો!”