સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/આગે કદમ
Jump to navigation
Jump to search
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
યારો, ફનાના પંથ પર આગે કદમ!...
આગે કદમ: દરિયાવની છાતી પરે,
નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;
પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!