સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કોદાળીવાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વળેલો, કેડ્ય ભાંગેલો, સૈકાના દુ:ખભારથી;
ઊભો છે ટેકવી કાયા, કોદાળી કરમાં લઈ....
ભૂખ્યા એના જઠર મહીં છે દેવતા-માત્ર બિન્દુ:
ત્યાંથી થોડે દિન પ્રગટશે વિશ્વવ્યાપી હુતાશ;
એ આંખોનાં અતલ ગરતે છૂપિયા સપ્ત સિંધુ,
જેની છોળે ગગનરમતા મ્હેલ હોશે વિનાશ.
[એડવિન માર્કહેમના કાવ્ય ‘ધ મેન વિથ ધ હો’ પરથી]