સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ત્રાજવડાં ત્રોફણહારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,...
બાઈ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,
ત્રોફાવો નીલાં ત્રાજવાં હો જી!...
નાની એવી કુરડી ને માહીં ઘોળ્યા દરિયા;
બાઈ! એણે કમખામાં સોય તો સંતાડી રે.