સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/દાદાજીના દેશમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં,
પ્રેમસાગર પ્રભુજીના દેશમાં....
સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,
નાગ-કન્યાના મ્હેલ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે;
હાં રે દોસ્ત! હાલો મોતીડાંના દેશમાં.