zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/દુઃખની પતાકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

અરે ભાઈ, આવા દુઃખ પર સાંત્વન-શબ્દો ધીરજ ઉપજાવી શકે? રાંક બનીને એક આ પત્તું જ નાખું છું. હે પ્રભુ! અમને સૌને અમારા રંકપણાનું ભાન કરાવીને જ સંતોષ ન લેજે. અમે તારાં સંતાનો; સહેવાની શક્તિ પણ એવી આપજે કે તું તાત તરીકે પણ લજ્જિત ન બને. દુઃખની પતાકા ઉપાડવાનો બોજો આપે છે તું, તો ઉપાડવાની તાકાત પણ તું જ દેજે, નહિતર નાસ્તિકો ફજેતી કરશે.

[કપિલ પ. ઠક્કર પર પત્ર : ૧૯૩૮]