સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નીંદર જોડે સંવાદ
હું તો સાદ પાડી પાડી શોધી રહી,
નીંદર! આવો રે મારા ભાઈલાની સેજ—
નીંદરડી! વીરો મારો સૂતો નથી....
તમે કોણ સરોવરે સંચરતાં?
તમને વા’લા રે કોના નૌકા-વિહાર?...
હું તો ઘોર સાગરિયામાં ઘૂમી રહી,...
મને વા’લાં રે વાવાઝોડાનાં વા’ણ....
હું તો મેઘલી રાતને મધદરિયે
પ્રીતે પોઢાડું વા’ણવટીઓનાં બાળ,...
મીઠાં ઊઘાડું માછીમારોનાં બાળ.