સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ભલેને બાપડું આવો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સંસારમાં સુખદુખ બેઉનાં જોડલાં જ સૌને માટે નિર્માયાં છે, એટલે દુખને દૂર રાખવું એ તો આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત તો આ છે કે સુખમાં ને દુખમાં આપણો સંગાથ તૂટે નહીં, દાંપત્યની નિષ્ઠા ડગે નહીં અને બેઉ વચ્ચે સરસાઈ ચાલે એક જ વાતની કે કોણ વધુ સહિષ્ણુ ને ધીર રહી શકે છે, કોણ વધુ અનુકૂળ બની રહે છે. આટલું હોય તો પછી ભલેને દુખ બાપડું આવો! [ચંપાબહેન અને રતિલાલ શેઠ પર પત્ર : ૧૯૩૭]