સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/માતા, તારો બેટડો આવે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

માતા! તારો બેટડો આવે:
આશાહીન એકલો આવે....
જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર—...
સૂતો રે હોય તો જાગજે, સાયર! ઘેર આવે પ્રાણાધાર....
ધૂળરોળાણા એ મુખ માથે, વીરા, છાંટજે શીતળછોળ,
પ્રેમેથી પાહુલિયા ધોજે!
આછે આછે વાયરે લ્હોજે!
તારા જેવાં એના આતમાનાં ગેબી હિમ, અગાધ ઊડાણ.
ત્યાંયે આજ આગ લાગી છે:
ધૂંવાધાર તોપ દાગી છે.
સાત સિંધુ તમે સામટા રે—એની ઓલવાશે નહિ ઝાળ.