સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/મા-ઘેલો બાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પેલાં સાગરમાં વસનાર, માડી! મને બાળ બોલાવે;
એનાં હૈયાં તે કેવાં હેતાળ, માડી! મને રમવા બોલાવે.
છાનાં કહે મારા કાનમાં:
અમે ભમવા તે જાતાં
દેશ-વિદેશને કાંઠડે
રૂડાં ગાયન ગાતાં;
આજે આંહીં આવી નીસર્યાં,
કાલે ક્યાં વળી જાશું!
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]