સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/નમીએ તુજને વારંવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.
તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મહીં વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફૂલો મહીં હસે છે તું.
હરતાં-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે, સાંજ-સવાર,
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.
દેવ, બનાવી દુનિયા છે તેં,
તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર!