સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ટોમસ મેકોલે/ત્યાં સુધી જીતી શકશું નહીં!
Jump to navigation
Jump to search
મેં ભારતનો પૂરેપૂરો પ્રવાસ કર્યો અને એવી એક પણ વ્યક્તિ ન જોઈ કે જે ભિખારી યા ચોર હોય. મેં આ દેશમાં એટલી બધી સંપત્તિ, ઊંચાં મૂલ્યો ને ઉચ્ચ બુદ્ધિસામર્થ્ય ધરાવતા લોકો જોયા છે કે જ્યાં સુધી આ દેશના મૂળને જડથી નહીં ઉખાડીએ ત્યાં સુધી કદી તેને જીતી શકીશું નહીં. આ દેશનું મૂળ એટલે તેનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો. અને તેથી હું ઇચ્છું છું કે આપણે તેના જૂના અને પ્રાચીન શિક્ષણતંત્રને, તેની સંસ્કૃતિને બદલાવીએ, જેથી ભારતીયો એવું માનતા થાય કે વિદેશી અને અંગ્રેજી તેમના કરતાં વધુ સારું અને મહાન છે. તો જ તેઓ સ્વાભિમાન અને સ્વ-સંસ્કૃતિ ગુમાવશે અને આપણે તેઓને જેવા ઇચ્છીએ છીએ તેવા તેઓ બનશે-એક ખરેખર પરાધીન દેશ. [બ્રિટિશ પાર્લમેંટમાં : ૧૮૩૫]