સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડાયલ ઠાકોર/તમે કહો તો —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

તમે કહો તો તડકો સાજન, તમે કહો તો ફૂલ;
તમે કહો તો જિત્યાં સોગઠી, તમે કહો તો ડૂલ.
તમે કહો તો અવસર આંગણ, તમે કહો તો ભૂલ;
તમે કહો તો ફરફર વાયુ, તમે કહો તો શૂલ.
તમે કહો તો આંસુ સાજન, તમે કહો તો ઝૂલ;
તમે કહો તો જિત્યાં સોગઠી, તમે કહો તો ડૂલ.