સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/સૌ જનના સુખ કારણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સૌ જનના સુખ કારણે, કીધું જે કંઈ કામ;
ધરણી તળમાં ધન્ય તો, નિર્મળ તેનું નામ;
એવા જનનો જગતમાં, કરવો જશ વિસ્તાર;
આપ્યો મુજને ઈશ્વરે, એ માટે અવતાર.