સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/શિક્ષક અને બાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મારા છોકરાને ભણાવવા એક શિક્ષક આવતા હતા. એક દિવસ એ કહે : “તમે પગાર નહીં વધારો, તો કાલથી હું ભણાવવા નહીં આવું.” બીજે દિવસે એ ન આવ્યા, એટલે છોકરો પૂછવા લાગ્યો કે શિક્ષક કેમ ન આવ્યા? મેં કહ્યું, એ આજથી હડતાલ પર ઊતર્યા છે. છોકરો તો પહોંચ્યો શિક્ષકને ઘેર, અને પાછો આવીને મને કહેવા લાગ્યો કે, “કાં? તમે કહેતા હતા ને શિક્ષક હડતાલ પર ઊતર્યા છે? પણ એ તો એના છોકરાને ભણાવતા હતા! તો પછી મને કેમ નથી ભણાવતા?” શિક્ષક હડતાલ પાડી શકે છે, બાપ હડતાલ નથી પાડી શકતો. બીજાઓની હડતાલમાં ને શિક્ષકની હડતાલમાં એ અંતર હોવું જોઈએ કે શિક્ષક કહેશે કે, હું પગાર છોડીશ — કામ નહીં છોડું!