સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દામોદર ખુ. બોટાદકર/અમારી ગતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘શું-શાં ચાર ટકા’થી કોઈ કવિએ જેની ઉપેક્ષા કરી,
જેનાં બાળક કેરું ભ્રષ્ટ મુખ, હા! માન્યું બીજાએ વળી :
તે છે માત ગરીબડી અમતણી સાચી ‘ગિરા ગુર્જરી’,
કાલીઘેલી પરંતુ આ હૃદયની એ એકલી ઈશ્વરી…
પ્રેમાનંદ-નૃસિંહ-શામળ-મુખે જે સર્વદા શોભતી,
જે દેવી દલપત્ત-નર્મદ ઉરે રંગે રહી રાચતી;
સેવી કાન્ત-કલાપીએ, કુસુમ ને ગોવર્ધને સ્નેહથી,
આજન્માન્ત અનન્ય એ જ જનની રે’જો અમારી ગતિ.
[‘કલ્લોલિની’ પુસ્તક : ૧૯૧૨]