સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દામોદર ખુ. બોટાદકર/મૂક્યું જ્યાં નામ નાનું..

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મૂક્યું જ્યાં નામ નાનું, પુનિત પદ થકી પૂર્ણ પુત્રીત્વ મૂક્યું,
ને વાત્સલ્યે ભરેલું જનક-હૃદયનું સ્વર્ગ-શું છત્ર છોડ્યું;...
એ સંસારાબ્ધિ કેરા અકળ ઉર પરે દીપતા દ્વીપ જેવું,
ભુલાયે ના ભવાન્તે પિયર, પિયર હા! પુણ્યવંતું પનોતું.