સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિનેશ શાહ/ભરત-મિલાપનું વર્ણન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કટોકટીનો વિરોધ કરવા માટે બાબુભાઈએ અને મેં દક્ષિણ ભારતનો પ્રવાસ ગોઠવેલો. એક સ્થળે અમે પહોંચ્યા ત્યારે ‘રામાયણ’નું પારાયણ ચાલતું હતું. રામને અયોધ્યામાં પાછા લઈ આવવા માટે વનવાસ દરમિયાન ભરત તેમને મળવા ગયેલા, તે પ્રંસગ કથાકાર વર્ણવતા હતા. તેમના અને આયોજકોના આગ્રહથી ત્યાં બાબુભાઈ બોલવા ઊભા થયા. રામ-ભરત મિલાપનું તેમણે એવું હૃદયસ્પર્શી વર્ણન કર્યું કે કથાકાર અને શ્રોતાઓની આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં.

આ બાવાઓને શા માટે નિભાવીએ છીએ? બાવાઓએ ભારતને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું તો અંગ્રેજો કે મુસ્લિમો જેવા આતતાયીઓએ પણ નથી પહોંચાડ્યું. તદ્દન બિન-ઉત્પાદક એવી આ વિશાળ પરાવલંબી જમાતને આપણે યુગોથી પાળતા-પોષતા આવ્યા છીએ અને એ જમાતના પીંઢારાઓ સદીઓથી લોકોને મૂર્ખ બનાવતા આવ્યા છે. એ આપણને સત્ય, નિષ્ઠા, ત્યાગ, બ્રહ્મચર્ય વગેરેના ઉપદેશો આપે છે અને એ જ પાછા વ્યભિચાર કરતાં પકડાય છે, ધનના ઢગલામાં આળોટે છે, સત્તા માટે અદાલતના જંગે ચડે છે, જુઠ્ઠાણાંઓ ચલાવે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓએ ચુસ્ત બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. સહજાનંદ સ્વામીએ ‘શિક્ષાપત્રી’માં પંથના સાધુઓને સ્ત્રીઓ સામે જોવાનો પણ પ્રતિબંધ મૂક્યો છે. આ જ સંપ્રદાયના સાધુઓનાં જાતીય કૌભાંડો સતત સમયાંતરે બહાર આવતાં જ રહે છે. ગુરુકુળોમાં કિશોર વયના કે એથી પણ નાના છોકરાઓ ઉપર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યથી માંડીને બજારુ ઓરતો સાથેની કામલીલા સુધીનાં કૌભાંડો થતાં રહે છે. દેહનો વ્યાપાર કરનાર એક ઔરત સાથેની વડતાલ સંપ્રદાયના બે સાધુઓની કામલીલાની વિડિયો સી.ડી.એ વધુ એક વખત ભગવાં કપડાં લજવનારાઓને ઉઘાડા પાડ્યા છે. વેશ્યાગમન જેવી હરકત સુધી સાધુઓ ઊતરી જાય ત્યારે સંપ્રદાયે પણ આત્મમંથન કરવાની જરૂર જણાય. આ સમગ્ર ઘટનાક્રમમાં બે સંપ્રદાયો વચ્ચેનાં વેરઝેર કારણભૂત હોવાનું બહાનું અપાય છે. પરંતુ આ સાધુઓની કામલીલાની સી.ડી. જેન્યુઇન છે એ તો હકીકત જ છે ને? સાધુઓની અધોગતિ થઈ છે એ તો સ્પષ્ટ છે ને? સાધુઓ ભ્રષ્ટ બન્યા છે એ તો સાબિત જ છે ને? તેમને કોઈએ પકડીને દેહવિક્રય કરનારી બાઈ સાથે પરાણે તો સુવડાવી દીધા નહોતા. એવી પણ દલીલ થાય છે કે સાધુઓને મોહમાયાથી લલચાવીને ભ્રષ્ટ કરાયા છે. મોહમાયાથી લલચાય તો સાધુ તરીકેની તેની વર્ષોની સાધના ક્યાં ગઈ? ક્યાં ગઈ તેની તાલીમ? ક્યાં ગયા તેના સંસ્કારો? ભગવું કપડું જોતાં જ નમી પડવાની આપણી સદીઓ જૂની આદત છે. આપણા લોહીમાં એ પ્રાગૈતિહાસિક ટેવ વહી રહી છે. ભગવાં પહેરનાર તમામ તરફ આદરની દૃષ્ટિ નાખવાની ભૂલ આપણે સતત કરતાં રહીએ છીએ. સાચો ત્યાગી તો એ છે કે જે ત્યાગ દર્શાવતાં ભગવાં, કંઠી, માળા, પાઘડી, કમંડળ વગેરે પ્રતીકોનો પણ ત્યાગ કરી દે. બાવાઓ પોતાને ત્યાગી સાધુ દેખાડવા માટે આ પ્રતીકોને અપનાવે છે. ભગવાં પહેરીને દેશવિદેશમાં ઉપદેશ આપતો ફરતો બાવો—જો બીજા દિવસે દાઢી મૂંડાવીને પેન્ટ-શર્ટ પહેરીને ચોકમાં ઊભો રહીને ઉપદેશ આપે તો તેને સાંભળવા પંદર જણા પણ એકઠા ન થાય. પ્રભાવ બાવાનો નથી, પ્રભાવ તેના પહેરવેશનો છે. આપણી માનસિકતા આ પ્રભાવમાં આવી જવાની છે. આંખના આંધળા પ્ાણ ગાંઠના પૂરા લોકો માનસિકતાને કારણે જ સતત લૂંટાતા રહે છે. હિન્દુ ધર્મમાં બાવાઓની ફોજ ઊભી કરવાની જે તાકાત છે, તે અન્ય કોઈ ધર્મમાં નથી. સદીઓથી સાધુના નામે આ તોસ્તાન લાવલશ્કરને આપણે નિભાવતાં રહીએ છીએ. વાસ્તવમાં આ ફોજ તદ્દન બિનઉત્પાદક છે. કોઈ કામ ન કરવા છતાં આરામથી જિંદગી પસાર કરવી હોય તો બાવા થઈ જવાનું. ચેલકાઓની સંખ્યા જેટલી વધે એટલી સ્વામીની આબરૂ વધે. આવા, અણસમજમાં નાની ઉંમરમાં મૂંડાઈ ગયેલાઓ જ્યારે ઉંમરલાયક થાય ત્યારે કુદરત તો પોતાનું કામ કરે જ છે. બાવા કે સંસારી વચ્ચે એ ભેદ કરતી નથી. સ્વામીનારાયણી સાધુઓની છેલ્લાં વર્ષોની કેટલીક ‘લીલાઓ’ ઉપર આપણે આછો દૃષ્ટિપાત કરીએ: ૧૯૯૫: બોરીવલી(મુબંઈ)ના સ્વામીનારાયણ મંદિરના સ્વામી ઓમપ્રકાશ અને હરિદાસ પુરાણીએ મંદિરના રસોડાને ૧૮ વર્ષની યુવતી સાથેનો શયનખંડ બનાવ્યો હતો. વડતાલના દેવસ્વરૂપ સ્વામી અને ઘનશ્યામ સ્વામીએ ચાંગના માધવ ભગત સાથે બળજબરીથી સજાતીયકાંડ આચર્યો હતો. ૧૯૯૭: જામજોધપુરના દેવસ્વામીએ એક બાળા ઉપર બળાત્કાર કર્યો હતો. ૧૯૯૮: બોટાદ-લાઠીદડના ગુરુ પ્રેમપુરાણી સ્વામીએ સજાતીય સેક્સકાંડ આચર્યો હતો. ૧૯૯૯: મદ્રાસમાં પ્રેમપુરાણ સ્વામી, નારાયણ જીવન સ્વામી અને હરીશ ભગતે કામલીલા આચરી હતી. ૨૦૦૦: રાજકોટ મંદિરના પી. પી. સ્વામી નબળા કુટુંબની એક સ્ત્રી સાથે બંગલામાં લીલા કરતા રંગે હાથ ઝડપાયા હતા. રાજકોટ મંદિરના જ સંત ગુરુ દેવનંદનદાસે મંદિરમાં જ એક યુવતી પર બળાત્કાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના મંદિરના કોઠારી સ્વામીએ નરસંડામાં કૌભાંડ કરતાં લોકોના હાથે મેથીપાક ખાવો પડ્યો હતો. ૨૦૦૧: ખંભાત મંદિરના સ્વામીને કેટલાક યુવાન ભક્તોએ મારુતિ ગાડીમાં એક યુવતી સાથે કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. ૨૦૦૨: વડતાલના એક સંત મંદિરમાં જ રહેતી એક સ્ત્રી સાથે ગાયબ થઈ ગયા હતા. ૨૦૦૩: ઉપલેટાના સ્વામી કેશવાનંદે ગુરુકુળનાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું હતું. ધર્મને જો માનતા હો તો ધર્મમાં તો સદાચાર, નૈતિકતા, સંયમ અનિવાર્ય છે. એ જો પાળી શકાતા ના હોય તો ભગવાંના આડંબરો ઉતારીને સીધાસાદા સંસારી બની જાવ અને મુક્તજીવન માણો. સાધુઓ આવાં કૃત્યો કરે ત્યારે આટલા આકળા જઈ જવાનું કારણ એટલું જ કે સમાજ ઉપર તેમનું પ્રભુત્વ છે. સમાજ તેમને માર્ગદર્શક માને છે. આદર્શ માને છે. તેમનાં પગલે ચાલે છે. તેમની પાસે સદાચાર અને સદ્વિચારની અપેક્ષા હોય છે. [‘ગુજરાત સમાચાર’ દૈનિક, ‘વિવેકપંથી’ માસિક: ૨૦૦૪]