સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિલખુશ દીવાનજી/સૌથી મોટું કમનસીબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સ્વરાજ તો મળ્યું, પરંતુ હિંદની પ્રજામાં ગુલામી માનસ ખીલવવામાં જે શિક્ષણ-પદ્ધતિએ સૌથી વધુ ફાળો આપ્યો છે તે લગભગ એ જ રહી છે. અંગ્રેજ સરકારના વૈભવને કેટલીક વાર ભુલાવે એવા વૈભવો અને કુટેવો, ભણતા અને ભણી પરવારેલા વર્ગમાં ઊંડાં ઊતરતાં જાય છે. ગરીબો માટેની દાઝ તો જાણે આજના ભણતરમાં દેખાતી જ નથી. દૂરના ગ્રામવાસીઓ પણ કેળવણીના આ ભયાનક ભ્રમમાં ફસાતા જાય છે. સ્વરાજનું આ સૌથી મોટું કમનસીબ છે. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને વરસો પહેલાં બાપુએ પોતાની દર્દભરી વાણીમાં જણાવેલું તે તેઓ યાદ નહિ કરે? “તમે ગરીબમાં ગરીબ ખેડૂતના દેવાદાર છો. એ ખેડૂતો જ તમને નિભાવે છે, તમારા શરીરને ઢાંકે છે. આ ભવ્ય મકાનો પણ એમણે જ બાંધી આપ્યાં છે. મજૂરોના પરસેવા અને લોહીથી આ સ્થળ ઊભાં થયાં છે. એમના પ્રતિના ઋણમાંથી તમે કદી મુક્ત નથી થવાના — સિવાય કે આ સ્થળ છોડયા પછી તમે એ ગરીબોની સેવામાં જીવન સમર્પણ કરો.”