સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિલીપ જોશી/મ્હેક…

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક, મ્હેક,…
ઉમરાથી ઓસરીથી, ઘરમાંથી શેરીએથી
ધમધમતી જાય જુઓ મોસમની વરણાગી પાલખી!
ખાખરાએ કેસરિયા કોર્યા ઝરુખડા
-ને ઝાડવાંએ ઝાડવાંએ વેલબુટ્ટા હોય એવા
વાઘા સજે છે બધી ડાળખી!