સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દેવજી રા. મોઢા/પંથ બાકી હજો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ભાતું ખૂટી જજો ને પાણી ખૂટી જજો,
પંથીનો સાથ યે વછૂટી જજો :
ડણકે મારગમાં છો ડુંગરિયા દૈત્ય શા,
નાગણ શી નદીઓ ય આડી હજો;...
તોય મારો પંથ હજી બાકી હજો!
વિપતના ગંજ વચ્ચે ખીલે પૌરુષ મારું,
એને વિહરવાના મારગ હજો;
સઘળું છો ખૂટતું, ન ખૂટે એ પંથ એક —
એટલી જ તાત, તવ કરુણા હજો!
એક મારો પંથ હજી બાકી હજો!
[‘પ્રયાણ’ કાવ્યસંગ્રહ]