સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દેવેન્દ્ર પટેલ/“હજી પડ્યો છે...”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રવિશંકર મહારાજને થોડી રકમ આપવાની હોંશથી એક ભાઈએ તેમના હાથમાં એક કવર મૂક્યું. તેમાંની રકમ પાછી આપતાં મહારાજે હસતે વદને પોતાના ધોતિયાનો છેડો બતાવી કહ્યું: “અહીં કેટલાય દહાડાથી એક રૂપિયો બાંધેલો છે તે હજી વપરાયા વિના એમનો એમ જ પડ્યો છે, ત્યાં વધારે પૈસા મારે રાખવા ક્યાં?” [‘ગુજરાત સમાચાર’ દૈનિક: ૨૦૦૫]