સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધર્માનંદ કોસંબી/માતા સમાન
માતા જેમ ધાવણા છોકરાનું મૈત્રીથી (પ્રેમથી) પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોશિયાર થાય એટલે મુદિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે, અથવા માતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે, તેની ઉપેક્ષા કરે છે; કદી તેનો દ્વેષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે. તે પ્રમાણે જ આ ચાર શ્રેષ્ઠ મનોવૃત્તિઓથી પ્રેરિત થઈને જનસમૂહનું કલ્યાણ કરવા મહાત્માઓ તત્પર હોય છે. [‘બુદ્ધચરિત’ પુસ્તક]