સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ પારેખ/બાળસાહિત્યને નામે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બાળસાહિત્યને નામે આજે જાત-જાતનો કચરો પ્રગટ થઈ રહ્યો છે અને સાહિત્યની બાબતમાં બાળકો જેવાં જ અનભિજ્ઞ મા-બાપો તે ખરીદે છે. એ લોકોની એક દલીલ આશ્ચર્યકારક છે. બાળસાહિત્ય વિષે બોલનાર તમો વિવેચકો કોણ? જે ગીતોને બાળકોએ અપનાવ્યાં છે તેને વખોડી કાઢનાર તમે કોણ? પણ આનાં કરતાં સારાં કાવ્યો બાળકોને આપવામાં આવે તો તેઓ તેનો અસ્વીકાર કરે એમ લાગે છે? બાળકોની રુચિ પણ તમે જ ઘડો છો ને? [ઝવેરચંદ મેઘાણી પરના પત્રામાં : ૧૯૩૮]