સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરસિંહ મહેતા/મેહુલો ગાજે ને —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ વાંસલડી રે.
પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે.
ધન વંસીવટ, ધન જમનાતટ, ધન ધન આ અવતાર રે;
ધન નરસૈયાની જીભલડીને, જેણે ગાયો રાગ મલ્હાર રે.