zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/જેવું ઘડતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો ૬૦૦ રૂ. ઊપજે. અને નાળ કે સોયને બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો ૫૦,૦૦૦ રૂ. ઊપજે. લોખંડ તો એનું એ અને એટલું જ છે. પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય.

માણસ વિશે પણ એવું જ છે.